હેપ્પી યુથ ક્લબે સેક્ટર 16માં રથયાત્રાનું સ્વાગત કર્યુ
ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : આજે ગાંધીનગરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાયેલી ભગવાન જગન્નાથજીની ૪૧મી પરંપરાગત રથયાત્રામાં શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા દર વર્ષની જેમ સેક્ટર -૧૬માં વિદ્યા લાયબ્રેરી
હેપ્પી યુથ ક્લબ


હેપ્પી યુથ ક્લબ


હેપ્પી યુથ ક્લબ


હેપ્પી યુથ ક્લબ


ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : આજે ગાંધીનગરમાં અષાઢી બીજ નિમિત્તે યોજાયેલી ભગવાન જગન્નાથજીની ૪૧મી પરંપરાગત રથયાત્રામાં શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા દર વર્ષની જેમ સેક્ટર -૧૬માં વિદ્યા લાયબ્રેરી પાસે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રાના સ્વયંસેવકો, મંડળો તથા દર્શનાર્થી ભાવિક ભક્તોને ગાંઠિયા-બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સ્થળે રથયાત્રાની પધરામણી થઇ તે પહેલાં, હેપ્પી યુથ ક્લબની ટીમ દ્વારા મૌન પાળીને વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande