પોરબંદર, 29 જૂન (હિ.સ.) : પોરબંદર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા માટે અવાર-નવાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથક દ્વારા હિરાવતી સી કુડ કંપની ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કંપનીમાં કામ કરતી વર્કર મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન તેમજ ડ્રગ્સથી થતા નુક્શાનો વિષે માહિતી અપાઈ હતી.પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા પોરબંદર ગામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તેમજ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ સાબાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર તેમજ સી ટીમના ઈન્ચાર્જ તથા સભ્યો દ્વારા હિરાવતી સી કુડ કંપનીમાં કામ કરતી વર્કર બહેનોને નશીલા પદાર્થોથી તથા નુકશાન તથા માદક પદાર્થના ઉપયોગ તથા હેરા ફેરીથી થતી આડ અસરો બાબતે જાગૃતી કેળવવા સારૂ એવરનેસ કાર્યક્રમ યોજી શપથ લેવડાવેલ તેમજ પેમ્પલેટ આપી ડ્રગ્સ એક્ટીવીટીના હેલ્પલાઈન નં.1933 ની માહીતી તેમજ શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહિલાઓને ઘરેલું હિંસા, શારીરીક માનસીક ત્રાસ, જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ POCSO, મહિલા હેલ્પલાઈન 181 ની વિગતવાર માહિતી, બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઈન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો, ટ્રાફીકના નિયમો, સાયબર ક્રાઇમથી થતા ફ્રોડ બાબતે તેમજ help line number 181 અને 112 અને ઈમરજન્સી નંબર 100 વિશે પણ માહિતી આપવામાં આવી હતી.આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે, પી.એસ.આઈ બી.આર. પટેલ, પી.એસ.આઈ પી.આર.રાઠોડ, પો.હેડ. કોન્સ.સંગીતાબેન હેમંતભાઈ, એ.પી.સી રામજીભાઈ વાલજીભાઈ તથા પો.કોન્સ કરશનભાઈ કાનાભાઈ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya