પોરબંદર, 29 જૂન (હિ.સ.) : કુતિયાણા નજીકના દેવડા ગામના વાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ખાગેશ્રી 108 ની ટીમે તેને વાડી માં પ્રસૂતિ કરાવી હતી. આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીનાં ટેરવા પર ઉપલબધ થતી હોય છે. જેમની એક સેવા 108 ને માનવામાં આવે છે. 108 ની ટિમ દ્વારા ગમે તે સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. એક પ્રસૂતાને દેવડા ગામના વાડી વિસ્તારમાં રહેતા મજુરને બીજી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108 ના ઈ.એમ. ટી. મેતા વિજય અને પાયલોટ સરમણ ભાઈ ચાવડાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો મહેશના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી વાડીમાં જ ડીલેવરી કરાવી હતી અને દીકરા નો જન્મ થયો હતો.
એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ કુતિયાણા વધુ સારવાર માટે સિફટ કર્યા હતા. આ તકે જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા ઈ.એમ.ટી મેતા વિજય પાઇલોટ સરમણ ચાવડા અને ખાગેશ્રી 108 ટીમ ને બિરદાવી અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya