પાટણ જિલ્લામાં આરટીઈ હેઠળ ધોરણ-1 માટે પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં
પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં આરટીઈ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે અત્યાર સુધીમાં કુલ 2554 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. નવા શૈક્ષણિક સત્ર 2025 માટે 28 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી, તેમજ આવક મર્યાદામાં થયેલા ફેરફાર બાદ 15 એપ
પાટણ જિલ્લામાં આરટીઈ હેઠળ ધોરણ-1 માટે પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં


પાટણ, 3 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં આરટીઈ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે અત્યાર સુધીમાં કુલ 2554 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. નવા શૈક્ષણિક સત્ર 2025 માટે 28 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી, તેમજ આવક મર્યાદામાં થયેલા ફેરફાર બાદ 15 એપ્રિલ 2025 સુધી નવી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1019માંથી 956 બેઠકો ભરાઈ ગઈ છે.

પ્રથમ રાઉન્ડમાં 978 બેઠકો માટે 894 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે બીજા રાઉન્ડમાં 83 બેઠકો સામે 62 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. હાલ ત્રીજા રાઉન્ડમાં બાકી રહેલી 63 બેઠકો માટે 2થી 4 જૂન દરમિયાન શાળા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ગત વર્ષે આરટીઈ અંતર્ગત જિલ્લામાં 381 વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં પ્રવેશ મળ્યો હતો.

શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં આવક મર્યાદામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રામ્ય વિસ્તારો માટે વાર્ષિક ₹1.20 લાખ અને શહેરી વિસ્તારો માટે ₹1.50 લાખની મર્યાદા હતી, જે હવે વધારીને ગામ અને શહેર બંને માટે ₹6 લાખ કરી દેવામાં આવી છે. આ બદલાવથી વધુ વાલીગણ પોતાના બાળકોને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande