16મી જૂનથી છ મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન, ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે
ભાવનગર 3 જૂન (હિ.સ.) ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી જૂનથી છ મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે. તદનુસાર, 16 જૂન, 2025 થી 15 ડિસેમ્બર, 2025 સુધી, ટ્રેન નંબર 20965 /
16મી જૂનથી છ મહિના માટે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી ટ્રેન, ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે


ભાવનગર 3 જૂન (હિ.સ.) ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી જૂનથી છ મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે.

તદનુસાર, 16 જૂન, 2025 થી 15 ડિસેમ્બર, 2025 સુધી, ટ્રેન નંબર 20965 / 20966 ભાવનગર – સાબરમતી - ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande