
પોરબંદર, 3 જૂન (હિ.સ.) ગત તા.24/08/2024 નારોજ પોરબંદરની કિર્તીમંદિર પોલીસ દ્વારા વીરડી પ્લોટ, ડબ્બાવાળી ગલી, વણકર સમાજ સામેવાળી જગ્યાએ કીર્તિમંદિર પોલીસ દ્વારા રેઈડ કરતાં, ત્યાં ભાવેશ મનોજભાઈ ચંદુપાલ, પ્રકાશ અરજનભાઈ મકવાણા, લાલો ઉર્ફે ગુલો ભોજાભાઈ ચાંડપા, સુજલ મંગાભાઈ ચાવડા તથા કપીલ કાનજીભાઈ મંગેરા નામના 5 વ્યક્તિઓ રોન પોલીસનો તીન પતિનો જુગાર રમતાં મળી આવતાં પોલીસે મુદ્દામાલ સહિત કબજે કરી ૫ વ્યક્તિઓ સામે જુગાર ધારા કલમ-12 હેઠળ ફરીયાદ નોંધી તે સબંધેનું ચાર્જશીટ કરતાં પોરબંદરની કોર્ટમાં ફોજદારી કેસ નં.5876/2024 નોધાયેલ.
આ કેસમાં પ્રોશીક્યુશન તરફે 5 સાહેદો તપાસવામાં આવેલ જેની આરોપીઓ તરફે રોકાયેલા વકીલ કે.એમ.સાદીયા તથા સુનિલ વી.બગડાએ કાયદાકીય રીતે ઉલટ તપાસ કરતાં પ્રોશીક્યુશન તરફથી ઉપરોક્ત પાંચેય આરોપી તરફે મુકાયેલ ચાર્જશીટ મુજબનો જુગાર ધારાનો ગુન્હો નિઃશંક પણે પુરવાર થતો હોવાનું સાબિત થતું ન હોવાનું જણાવી પોરબંદરના બીજા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શબાના અબ્દુલકાદર મન્સુરી દ્વારા તા.02/06/2025 ના રોજ ચુકાદો જાહેર કરી પુરતા પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કરવામાં આવેલ.
આ કામે ઉપરોકત પાંચેય ઓરોપીઓ તરફે વિધાન ધારાશાસ્ત્રી કીરીટભાઈ એમ.સાદિયા તથા સુનિલભાઈ વી.બગડા રોકાયેલા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya