રાણાવાવ ખાતે, પી.જી.વી.સી.એલ.ની ટીમને જાકારો આપ્યો.
પી.જી.વી.સી.એલ.ની ટીમ ને જાકારો આપ્યો.
રાણાવાવ ખાતે, પી.જી.વી.સી.એલ.ની ટીમને જાકારો આપ્યો.


પોરબંદર, 3 જૂન (હિ.સ.) રાણાવાવ ગ્રીન સીટી મા 8 દિવસ પૂર્વે ગ્રેન સીટી 2 ના લોકો પી. જી. વી. સી. એલ.ના ઈજનેરને સ્થાનિકો દ્વારા લો વોલ્ટેજના પ્રશ્ને આવેદન પાઠવ્યું હતું.

જેનું નિરાંકરણ કરવા ઈજનેર મોરી અને નગરપાલિકાની ટીમ ગ્રીનીસીટી એરિયામાં કામ માટે પહોંચી હતી ત્યાં તેઓએ નિરીક્ષણ કરી 1 વીજપોલ ઉભો કરવો પડશે તેવું જણાવતા સ્થાનિકોએ વીજ પોલ ઉભો કરવાની ના પડતા, પી. જી. વી. સી. એલ. ની ટીમ પરત ફરી હતી અને તેવી જ રીતે રાણાવાવના કાનેશ્વર સોસાયટીમાંથી પણ લો વોલ્ટેજની ફરિયાદ આવી હતી. તેથી તરતજ ઈજનેર રૂબરૂ પહોંચી 63 કેવીની જગ્યા એ 100 કેવી ટ્રાન્સફોર્મર મુકવાની વર્તુળ કચેરીમાંથી મંજૂરી લઇ જરૂરિયાત મુજબ કોન્ટ્રાકટર સાથે રાખી કામગીરી કરવા જતા સ્થાનિક લોકોએ જાકારો આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande