પોરબંદર, 30 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો અંતગર્ત શાળામાં બાળકોને પ્રવેશ કરાવવા માટે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના શીર્ષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.જે અંતર્ગત પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવવા માટે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ઉપસચિવ રીપલબેન પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ઉપસચિવ રીપલબેન પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને પોરબંદર શહેરમાં છાયા પે.સે.કુમાર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. તેમજ વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે બેઠક યોજાઇ હતી
ઉપસચિવએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અંતગર્ત કુમાર શાળા ખાતેથી 17 બાળકો આંગણવાડી,28 બાળકો બાલવાટિકામાં અને ધોરણ- 1માં 38 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya