સુરત, 1 જુલાઈ (હિ.સ.)- કામરેજ તાલુકાના સેવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય સારવાર અર્થે જિલ્લા એન.સી.ડી. સેલ, તા.આરોગ્ય કચેરી- કામરેજ દ્વારા ડાયાબિટીસ કોમ્પ્લીકેશન સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો.
મુખ્ય જિ.આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ અને અધિક જિ.આરોગ્ય અધિકારી ડૉ. સુચિત પરમારના માર્ગદર્શનમાં આયોજિત કેમ્પમાં દર્દીઓને બ્લડ સુગર, લિપિડ પ્રોફાઇલ, રિનલ ફંક્શન ટેસ્ટ (RFT) ની તપાસ દ્રષ્ટિ પરીક્ષણ તેમજ દિવ્ય જ્યોત ટ્ર્સ્ટના સહયોગથી ફંડસ કેમેરા દ્વારા આંખના પડદાની તપાસ અને ECG જેવા લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં 100 થી વધુ ડાયાબિટીસપિડીત દર્દીઓએ વિવિધ આરોગ્ય લગતી ચકાસણીઓ કરાવીને યોગ્ય તબીબી પરામર્શનો લાભ મેળવ્યો હતો. જિલ્લા NCD સેલ અને પ્રા.આ. કેન્દ્ર - સેવણીની ટીમે કેમ્પને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે