પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોના 50% ફીડરો ફોલ્ટમાં, વીજળી જતા ખેડૂતો પરેશાન
પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પીજીવીસીએલની પ્રિ-મોનસુનની કામગીરીને લઈને ખેડૂતોમાં ફરી એક વખત આક્રોશ જોવા મળી રહ્યો છે. પોરબંદરના ગ્રામ્ય પંથકોનાં 50% ફીડરો ફોલ્ટમાં જતા હોવાથી દિવસ દરમિયાન અનેક વખત વીજળી ગુલ થાય છે જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મ
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોના 50% ફીડરો ફોલ્ટમાં, વીજળી જતા ખેડૂતો પરેશાન


પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પીજીવીસીએલની પ્રિ-મોનસુનની કામગીરીને લઈને ખેડૂતોમાં ફરી એક વખત આક્રોશ જોવા મળી રહ્યો છે. પોરબંદરના ગ્રામ્ય પંથકોનાં 50% ફીડરો ફોલ્ટમાં જતા હોવાથી દિવસ દરમિયાન અનેક વખત વીજળી ગુલ થાય છે જેને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. ખાસ કરીને પોરબંદરના બરડા પંથકના ગામોમાં સૌથી વધુ સમસ્યા જોવા મળી રહી છે. નેતાઓ મોટા-મોટા ભાષણો આપી વીજ સમસ્યાના નિરાકરણ લઇ આવવાના વાયદાઓ કરે છે જેના પાર ચોમાસામાં પાણી ફરી વળે છે. તેમજ પોરબંદરમાં ચોમાસા પહેલાની પ્રિ-મોનસુનની કામગીરી કરે છે. પરંતુ તે ખરા અર્થમાં ન થતી હોવાના આક્ષેપો પોરબંદરના ગ્રામ્ય પંથકના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

બરડા પંથકના ખેડૂત અગ્રણી હિતેષભાઈ મોઢવાડિયાના જણાવ્યા મુજબ પોરબંદરના બરડા પંથકના 50% ફીડરો ચોમાસા દરમિયાન ફોલ્ટમાં રહે છે. જેના કારણે 24-48 કલાક સુધી વીજળી પુનઃ કાર્યરત થતી નથી અને પોરબંદર પીજીવીસીએલ પ્રિ-મોનસુનની કામગીરીના દાવાઓ કરે છે. બરડાના 15-20 વર્ષ જૂના વાયરો હજુ યથાવત છે. જે સાંધા મારી ચલાવવામાં આવી રહ્યા છે. નવા વાયરો લગાવવામાં આવતા નથી અને અન્ય જરૂરી સામગ્રી પણ લગાવવામાં આવતી નથી. ખેતરોમાં વાયરો નીચે આવી ગયા છે.

અકસ્માતનો ભય રહે છે અને ખેડૂત પરેશાનીનો સામનો કરી રહ્યો છે તેમ છતાં પીજીવીસીએલ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તેમ કોઈની ચિંતા કરતુ નથી. આ સાથે કુતિયાણા તાલુકામાં પણ વીજ સમસ્યાઓથી ખેડૂત પીડાઈ રહ્યા છે તેમ છતાં અધિકારીઓ એ.સી. ચેમ્બરમાં બેસી કર્મચારીઓને સૂચના આપી સંતોષ માની રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande