તા.22 મે થી 5 જૂન સુધી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના સ્વચ્છતા ઝુંબેશમાં ગ્રામ પંચાયતો, શૈક્ષણિક-સ્વયંસેવી સંસ્થાઓ તથા નાગરિકોની સહભાગિતા
સુરત, 5 જૂન (હિ.સ.)- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ- 2025 નિમિત્તે જિલ્લામાં “Ending Plastic Pollution Globally” થીમ આધારે વિશાળ સ્તરે જાગૃતિ અને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયતો, શૈક્ષણિક- સ્વયંસેવી સંસ
Surat


સુરત, 5 જૂન (હિ.સ.)- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ- 2025 નિમિત્તે જિલ્લામાં “Ending Plastic Pollution Globally” થીમ આધારે વિશાળ સ્તરે જાગૃતિ અને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયતો, શૈક્ષણિક- સ્વયંસેવી સંસ્થાઓ તથા નાગરિકોની સહભાગિતાથી યોજાયેલા આ અભિયાનમાં પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષે ગ્રામજનોને પ્રેરિત કરાયા હતા.

તા.22 મે થી 5 જૂન સુધી આયોજિત વિવિધ ઝુંબેશ અંતર્ગત ગ્રામસભાઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા ઠરાવ પાસ કરવામાં આવ્યો, જિલ્લા ખાતેની 250 જેટલી પંચાયતોમાં પ્રવેશ દ્વારો પર લોકભાગીદારી થકી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ. જેમાં કુલ 3500 જેટલા લોકો સફાઈ અભિયાનમાં જોડાયા. 131 ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનો મારફતે લોકોને જાગૃત્ત કરાયા તેમજ 305 ગ્રામ પંચાયતોમાં કાપડ/ઝૂટની થેલીનો વપરાશ કરવા જાગૃત કરવામાં આવ્યા હતા.

465 ગ્રામ પંચાયતોએ ખાસ ગ્રામ સભામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ કરવા ઠરાવ કરાયો, તેમજ પોતાની રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા પ્રતિજ્ઞા લીધી. 168 સ્થળો પર મહિલાઓને માસિકસ્ત્રાવ સ્વચ્છતા ગૌરવ, સમાનતા અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલા મૂળભૂત અધિકાર તરીકે માન્યતા મળે, તેમજ સેનેટરી પેડના યોગ્ય નિકાલ બાબતે મહિલાઓને જાગૃત્તકરાઈ હતી.

વિવિધ ગ્રામ પંચાયતોમાં જાહેર સ્થળોએ સામૂહિક સફાઈ અભિયાન, જેમાં એકત્ર થયેલા 800 કિલો જેટલા પ્લાસ્ટિકનું વેચાણ, બસ સ્ટેન્ડ અને તેની આજુબાજુ સામૂહિક સફાઈ, ધાર્મિક સ્થળો, સ્વચ્છતા રેલી, સફાઈ મિત્રની સલામતી-ગૌરવની ચર્ચા, સફાઈ મિત્રોનું યોગ્ય રસીકરણ અને સ્વાસ્થ્ય ચકાસણી સમયાંતરે કરાવે તેવી સમજ આપવામાં આવી.

જિલ્લાના પ્રવાસન સ્થળો, ગાર્ડન, નદી-તળાવ-બીચ, ફૂડ કોટ વિસ્તાર, વ્યાપારી માર્કેટ, રેસિડેન્સીયલ-સ્લમ વિગેરે વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ, NGO/વોલન્ટીયર્સને આ સ્વચ્છતા ડ્રાઈવમાં જોડાયા હતા. સિઁગલ યુઝ પ્લાસ્ટીક/મલ્ટીલેયર પ્લાસ્ટીકનો ઉપયોગથી રોડ બનાવવા, કપડાની થેલી, ગ્લાસની બૉટલ ઇકોફ્રેન્ડલી કટલરી/બામ્બૂ ટુથ બ્રશ, સ્ટીલ કે રિસાઈકલ કરી શકાય તેવા પ્લાસ્ટીકના લંચ બૉસ વિગેરે વસ્તુઓના ઉપયોગ માટે નાગરિકોને જાગૃત કરાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande