પોરબંદરમાં યુવતીને ભગાડી જવાની શંકામાં ચાર શખ્સોએ યુવાન પર કર્યો હુમલો
પોરબંદર, 7 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં યુવતીને ભગાડવામાં મદદ કરી હોવાની શંકા કરી ચાર શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં મારામારીનો બનાવ સામે
પોરબંદરમાં યુવતીને ભગાડી જવાની શંકામાં ચાર શખ્સોએ યુવાન પર કર્યો હુમલો


પોરબંદર, 7 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં યુવતીને ભગાડવામાં મદદ કરી હોવાની શંકા કરી ચાર શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે.જેમાં રોનક પરસોત્તમભાઈ ચાવડા નામના યુવાન પર સુજલ દેવજી ચાવડા નામના શખ્સ ની બહેન ને ભગાડી જવામાં મદદ કરી હોવાની શંકાના આધારે સુજલ દેવજી ચાવડા,રોનક ચામડિયા,પારસ કાણકિયા,દીક્ષિત કિશોર નામના શખ્સોએ રોનક ચાવડાને ઢીકા- પાટુ નો મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપતા ચારેય શખ્સો સામે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande