પોરબંદર, 7 જૂન (હિ.સ) : પોરબંદર તાલુકાના કાંટેલા ગામે થઈ રહેલા ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવા ગયેલા અધિકારીઓને કાર્યવાહી ના કરવા દેનાર શખ્સ સામે મિયાની પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી ખાણો પર અનેકવાર તંત્ર દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં કરવામાં આવે છે.ત્યારે પોરબંદરના કાંટેલા ગામે સર્વે નંબર- 700 વાળી જમીન પર મશીનો વડે ગેરકાયદેસર ખનીજ નું ખનન કરનાર સામે રોયલ્ટી ઇન્સ્પેકટર અંકુર ભાદરકા દ્વારા કાર્યવાહી કરવા જતાં સંજય દવે નામના શખ્સે અધિકારી ને કાયદેસરની કાર્યવાહી કરવા રોકતા રોયલ્ટી ઇન્સ્પેકટર અંકુર ભાદરકાએ મિયાણી મરીન પોલીસ ખાતે સંજયભાઈ દવે વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya