અંકલેશ્વર ખાતે આશુતોષ સોમેશ્વર મહાદેવ પરિવારની ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા કરાય
-મંદિર કમિટી દ્વારા ત્રિદિવસીય ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું હતું -21 જોડાએ બેસી સંપૂર્ણ વિધિ વિધાનથી ભૂદેવોએ મંત્રોચ્ચાર કરી યજ્ઞમાં આહુતિઓ આપી -ત્રણેય દિવસ ધાર્મિક વિધિઓ થઈ જ્યારે રાત્રે ભક્તિ અને ભજનનુ આયોજન થયું -પ્રાણ પ્રતિષ્ઠા બાદ 108 દીવડાની
અંકલેશ્વર ખાતે આશુતોષ સોમેશ્વર મહાદેવ પરિવારની ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા કરાય

અંકલેશ્વર ખાતે આશુતોષ સોમેશ્વર મહાદેવ પરિવારની ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા કરાય

અંકલેશ્વર ખાતે આશુતોષ સોમેશ્વર મહાદેવ પરિવારની ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા કરાય

અંકલેશ્વર ખાતે આશુતોષ સોમેશ્વર મહાદેવ પરિવારની ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા કરાય

અંકલેશ્વર ખાતે આશુતોષ સોમેશ્વર મહાદેવ પરિવારની ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા કરાય

-મંદિર કમિટી દ્વારા ત્રિદિવસીય ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું હતું

-21 જોડાએ બેસી સંપૂર્ણ વિધિ વિધાનથી ભૂદેવોએ મંત્રોચ્ચાર કરી યજ્ઞમાં આહુતિઓ આપી

-ત્રણેય દિવસ ધાર્મિક વિધિઓ થઈ જ્યારે રાત્રે ભક્તિ અને ભજનનુ આયોજન થયું

-પ્રાણ પ્રતિષ્ઠા બાદ 108 દીવડાની મહાઆરતી અને કમિટી દ્વારા મહાપ્રસાદમ પીરસી પાવન કર્યા

ભરૂચ 8 જૂન (હિ.સ.)

શ્રી સોમેશ્વર મહાદેવ નૂતન મંદિર અંકલેશ્વર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 6/7/8/6/ 2025 થી શરૂઆત થઈ રવિવારના રોજ પૂર્ણ કરેલ છે. જેમાં સમગ્ર કમિટીના સભ્યો, માતાઓ, બહેનોએ ખૂબ જ સુંદર રીતે મહેનત કરીને પ્રસંગ સુવર્ણમય બનાવ્યો હતો. એમાં યજ્ઞના અધ્યક્ષ તરીકે લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠના મહંત અશ્વિન જાની અને આચાર્ય વિશ્વાસ જાનીના માર્ગદર્શનમાં 12 વેદપાઠી ભૂદેવો દ્વારા સૂત્રોચ્ચાર કરી ધાર્મિકતા અને પવિત્રતાથી આજે વિધિ પૂર્ણ થયેલ હતી.

સોમેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ ચાલી હતી જેમાં પહેલો દિવસ પ્રાયશ્ચિત વિધિ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ , સાયં પૂજન આરતી અને રાસ ગરબા બીજા દિવસે પ્રાતઃ પૂજન,શિવ પરિવાર સાથે જળયાત્રા શોભાયાત્રા, દેવસ્થાપન ,ધાન્યધિવાસ ,ધૃતાધિવાસ, દેવ સયન, સાયં આરતી ,ભજન સંધ્યા અને ત્રીજા દિવસે પ્રાતઃ પૂજન , દક્ષુ હોમ,શિવજીની ગર્ભ ગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા,ઉત્તર પૂજન ,બલિદાન વિધિ , મહાયજ્ઞ પૂર્ણાહુતિ,108 દીવા મહાઆરતી અને ત્યારબાદ સોમેશ્વર મહાદેવ કમિટી તરફથી મહાપ્રસાદમની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અશ્વિન મહારાજના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતમાં નાના-મોટા મંદિરો માતાજીના અને મહાદેવના 3125 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે. વિશ્વાસ મહારાજ પણ કર્મકાંડી પૂજાઓમાં માહેર છે.વેદોના મંત્રોથી અને ભજન ભક્તિ દ્વારા ત્રણ દિવસ શિવજીનો મહોત્સવ ઉજવાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande