અમરોલીમાં પૂર્વ પાડોશીએ મળવા બોલાવી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો
સુરત, 9 જૂન (હિ.સ.)- શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી કિશોરીના ભૂતપૂર્વ પાડોશીએ તેની સાથે વાતચીત કર્યા બાદ મળવા માટે બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ બાદમાં કિશોરીએ સંબંધ રાખવાની ના પાડી દેતા યુવકે તું જો મ
અમરોલીમાં પૂર્વ પાડોશીએ મળવા બોલાવી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો


સુરત, 9 જૂન (હિ.સ.)- શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી કિશોરીના ભૂતપૂર્વ પાડોશીએ તેની સાથે વાતચીત કર્યા બાદ મળવા માટે બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ બાદમાં કિશોરીએ સંબંધ રાખવાની ના પાડી દેતા યુવકે તું જો મારી સાથે વાત નહિ કરે તો આ સંબંધની જાણ બધાને કરી દઈશ તેમ કહીને ધાક ધમકી આપીને પણ તેની સાથે બે વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને બાદમાં તેના ઘરે આવી શારીરિક અડપલાં પણ કર્યા હતા. જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અમરોલી વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ચોક પાસે બજરંગ નગર સોસાયટીમાં રહેતો 21 વર્ષીય વિશાલ ભરતભાઈ ચૌહાણ અગાઉ જે સોસાયટીમાં રહેતો હતો. ત્યાં એક કિશોરી પર વિશાલે દાનત બગાડી હતી. કિશોરીને મળવા માટે કતારગામ બ્રિજ નીચે બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી કિશોરીએ બીજી વાર મળવા માટે ના પાડી દેતા પોતાની સાથે વાત નહીં કરે તો આ સંબંધની બધાને વાત કરી દઈશ એમ કહી બે વાર બળાત્કાર ગુજારીયો હતો. જો કે ત્યારબાદ યુવતી તેની પાસે ન આવતા યુવક વિશાલ ચૌહાણ તેના ઘરે પહોંચી ગયો હતો અને ઘરના બાથરૂમમાં જઈ કિશોરી સાથે અડપલા કરી છેડતી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પરિવારજનોએ આ મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલ ચૌહાણ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી મોડી રાત્રે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande