વેપારીએ હપ્તો આપવાની ના પાડતા ગેંગના ચાર સભ્યોએ જીવલેણ હુમલો કર્યો
સુરત, 9 જૂન (હિ.સ.)- શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા અને બેકરીનું કામ કરતા વેપારીને તથા તેના ભાગીદારને છોટે બડે ગેંગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હતા. એટલું જ નહીં પરંતુ દર મહિને રૂપિયા 10,000 ના હપ્તાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
વેપારીએ હપ્તો આપવાની ના પાડતા ગેંગના ચાર સભ્યોએ જીવલેણ હુમલો કર્યો


સુરત, 9 જૂન (હિ.સ.)- શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા અને બેકરીનું કામ કરતા વેપારીને તથા તેના ભાગીદારને છોટે બડે ગેંગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હતા. એટલું જ નહીં પરંતુ દર મહિને રૂપિયા 10,000 ના હપ્તાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પરંતુ બેકરીના માલિક તાબે નહીં થતાં હુમલાખોર ઈસમે માથાભારે ઈસમોએ ગતરોજ બેકરીના માલિકને જીવલેણ હુમલો કરી ગંભીર જાઓ પહોંચાડી હતી. જેથી આખરે તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે ભેસ્તાન પોલીસે છોટે બડે ગેંગના ચાર ઈસમો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ બિહારના વતની અને હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ તિરૂપતિ નગર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય ખલીફુલ મોહતાબ શેખ બેકરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ખલીફૂલ તેના ભાગીદાર સાથે બેકરીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં આવેલ માહીરા પાર્કમાં રહેતા ઇસરારખાન ઉર્ફે છોટે મોહમદ રફીખ ખાન તથા ઇર્શાદ ઉર્ફે બડે મોહમદ રફીખ ખાન અને સમીર સાથે સમીમ ઉર્ફે બૌવા સહિતના ચારેયે ભેગા મળી ખલીફૂલ પાસે તથા તેના ભાગીદાર પાસે દર મહિને રૂપિયા 10,000 ના હપ્તાને માંગણી કરી હતી. જો તમારે બેકરી ચલાવવી હોય અને વેપાર ધંધો કરવો હોય તો દર મહિને રૂપિયા 10,000 આપવા પડશે નહીં તો જાનથી મારી નાખીશું તેવી અવારનવાર ધાક ધમકી આપતા હતા. પરંતુ ખલીફૂલ અને તેના ભાગીદાર માથાભારે ઈસમોના તાબે નહીં થતાં માથાભારે ગેંગએ ગતરોજ ખલીફૂલ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં તેઓએ જ્યારે ભેગા મળી જાનથી મારી નાખવાના ઇરાદે ખલીફૂલને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી આખરે તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ભેસ્તાન પોલીસે ખલીફૂલ ની ફરિયાદ લઇ ચારેય ઈસમો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બડે છોટે સામે પાંચ પાંચથી વધુ ગુનાઓ

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ચારેય ઈસમ ઉપર ગુનો દાખલ થયો તે છોટે અને બડે ગેંગના આ ચારેય સભ્યો છે. અને જેમાં ઇસરારખાન ઉર્ફે છોટે મોહમદ રફીખ ખાન અને ઇર્શાદ ઉર્ફે બડે મોહમદ રફીખ ખાન પર પાંચ પાંચ થી પણ વધારે ગુનાઓ પોલીસ ચોપડે નોંધેલા છે. જેથી તેઓ કુખ્યાત આરોપીઓ તરીકે અને માથાભારે તરીકે છાપ ધરાવે છે. હાલ તો પોલીસે આ તમામ સામે હત્યાની કોશિશનો ગુનાઓ દાખલ કરી તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande