સુરત, 9 જૂન (હિ.સ.)- કામરેજ ચાર રસ્તા પાસે રહેતા જમીન અને ગાડી લે-વેચનો ધંધો કરતા દલાલ પાસેથી તેના મિત્રએ રૂપીયા 25 લાખની કિંમતની ઓડી કંપનીની ક્યુ-૫ ગાડી ખરીદવાની વાત કરી ટ્રાયલ મારવાને બહાને લઈ ગયા બાદ પરત નહી આપી છેતરપિંડી કરી હતી. તેમજ દલાલે ગાડી પરત માંગતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પોલીસ સુત્રોના જણાવ્ય મુજબ કમરેજ ચાર રસ્તા, અવંતીકપુરી ખાતે રહેત રાકેશભાઈ માધુભાઈ પટેલ (ઉ.વ.42)જમીન અને ફોર વ્હીલ ગાડીની દલાલીનું કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ અગાઉ પંદર વર્ષ પહેલા પરવટ પાટીયા ખાતે કસ્ટમની દુકાન હતી તે વખતે તેમના ગામના બાજૂના ગામ અનિલ જયંતી પટેલ (રહે, સ્મ્રુતી સોસાયટી માધવબાગ સોસાયટી સામે, પરવટ પાટીયા) અવાર નવાર તેમની દુકાને આવતા હોવાથી સારી રીતે પરિચય થયો હતો. દરમિયાન ત્રણ મહિના પહેલા રાકેશભાઈને ધંધા માટે 7-8 લાખની જરૂર પડત તેના મિત્ર હેમતભાઈને વાત કરતા તેઓઍ તેમની પાસે હાલ તો રોકડા રૂપિયા નથી પરંતુ તેના યુ.કે ખાતે રહેતા મિત્ર અક્રમની ઓડી પનીની ક્યુ-૫ ગાડી તેમની પાસે ચે જે ગાડી લઈ અને ગ્રાહક આવે તો વેચી નાંખજે અને ગ્રાહક ન મળે તો ગીવરે મુકી તારુ કામ પતાવી લેજે અને ગાડીના 10 લાખ આપી દેજે હોવાનું કહી ગાડી તેના મિત્ર મારફતે મોકલાવી દેવાનુ કહેતા રાકેશભાઈઍ પોતે વિનાયક હાઈડ્સ પાસે ઉભો છે હોવાનું કહેતા હેમતભાઈનો મિત્ર ગાડી લઈને ત્યાં આવ્યો હતો.
રાકેશભાઈ સાથે અનિલ પટેલ પણ આવ્યો હતો. અનિલે ગાડી જાઈને રાકેશભાઈને ગાડી પોતે 15 લાખમાં લેવાની વાત કરી હતી અને ગીરવે ઉપર રાખીશ તો 10 ટકા વ્યાજ લાગશે તેમ કહી તેના મિત્ર વિશાલ ભરવાડ સાથે ગાડી ટ્રાયલ મારવાને બહાને લઈ ગયા બાદ પરત આવ્યો ન હતો. અનીલને ફોન કરતા તેણે તેની રાજ એમ્પ્યારની ઓફિસમાં બોલાવ્યો હતો. રાકેશ તેના મિત્ર મગન સાથે ઓફિસમાં ગયો હતો. ત્યાં અનિલ પટલેઍ ગાડી પરત આપવાનો નથી અને શૈલેષની છે અને તેની પાસે 13 લાખ લેવાના છે કહી રાકેશ અને તેના મિત્રને ઓફિસમાંથી બહાર કાઢી મુકી તારે મારા વિરુધ્ધમાં જે કરવુ હોય તે કરી લેજે અને હવે પછી ઓફિસમાં દેખાશે તો તારા હાથ પગ તોડી નાખીશ તેવી ધમકી આપીï હતી. ત્યારબાદ અવાર નવાર ગાડી માંગવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. ગોડાદરા પોલીસે રાકેશભાઈની ફરિયાદ લઈ અનિલ પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે