


ગોધરા, ૯ જુન (હિ. સ.) ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર એ સબંધિત વિભાગોને છબનપુર બ્રિજ નીચે પડેલ ખાડાના સમારકામ અંગે, ગણેશ મંદિર ખાતે મીડિયન બંધ કરવા અંગે, બ્લેક સ્પોટની ઓળખ તેમજ દેલોલ રોડ પર આવેલ દબાણ અંગે, ભયજનક રીતે વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવા તથા જાહેરમાર્ગ પર અનુસરવાના થતાં માપદંડો અને ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાગરૂક કરવા સહિતની બાબતો અંગે યોગ્ય કાર્યવાહી કરી જિલ્લામાં માર્ગ સલામતીનો સંપૂર્ણ અમલ થાય અને નાગરિક સુરક્ષા અંગે જરૂરી માપદંડોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં હાજર તમામ સબંધીત અધિકારીઓને સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટર આશિષકુમાર, પ્રોબેશનર આઇએએસ કુ.અંજલી ઠાકુર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સબંધીત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ