બમરોલીમાં કાચના ખાતામાંથી રોકડા રૂપિયા 50 હજારની ચોરી
Gujarat, 9 જૂન (હિ.સ.)- શહેરના બમરોલી રોડ પર કોમલ સર્કલ પાસે આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં એક ખાતાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. કાચના ખાતામાં કેબિનનો લોક તોડી તસ્કરો રોકડા રૂપિયા 50,000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ
બમરોલીમાં કાચના ખાતામાંથી રોકડા રૂપિયા 50 હજારની ચોરી


Gujarat, 9 જૂન (હિ.સ.)- શહેરના બમરોલી રોડ પર કોમલ સર્કલ પાસે આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં એક ખાતાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. કાચના ખાતામાં કેબિનનો લોક તોડી તસ્કરો રોકડા રૂપિયા 50,000 ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સગરામપુરા ક્ષેત્રપાળ હનુમાનજી મંદિર ની સામે આવેલ આઈશા એપાર્ટમેન્ટમાં રહેતા આઝમ શાકીર પઠાણ બમરોલી રોડ પર કોમલ સર્કલ પાસે દર્શન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કાચનું ખાતું ધરાવે છે. ગત તારીખ 7/6/2025 ના રોજ રાત્રે 9:00 વાગ્યાના અરસામાં તેઓ ખાતુ બંધ કરીને ઘરે પરત આવી ગયા હતા અને કાચના ખાતા પર તેમની પાસે કામ કરતાં મજૂરો સુતા હતા. જો કે તારીખ 8/6/2025 ના રોજ રાત્રે અઢી વગ્યાના અરસામાં કાચના ખાતા પર મજૂરી કરતાં બ્રિજેશનો આઝમ પર ફોન આવ્યો હતો કે તેમના ખાતામાં ચોરી થઈ છે. જેથી તેઓએ તાત્કાલિક ખાતા પર પહોંચી તપાસ કરતા માલુમ થયું હતું કે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના ખાતાની કેબીનનો દરવાજો તોડી નાખી અંદર પ્રવેશ કરી કેબિનમાં મુકેલા કાચના પેમેન્ટના રોકડા રૂપિયા 50,000 ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે. જેથી બનાવને પગલે આઝમ ભાઈએ ખટોદરા પોલીસને જાણ કરી હતી અને ખટોદરા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 50 હજારની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande