સારોલીના બે વેપારીને અમદાવાદના વેપારીઓએ 19 લાખનો ચુનો ચોપડ્યો
સુરત, 9 જૂન (હિ.સ.)- સારોલી રાજ ટેક્સટાઈલ ટાવરમાં આવેલ રોનક ટ્રેન્ડઝના માલીક સહિત બે વેપારીઓ પાસેથી અમદાવાદના ત્રણ વેપારીઓએ ફીનીશ્ડ કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા40.45 લાખનું પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. પરવટ પાટીયા રેશ્મા રો હાઉસ સોનલ રેસીડેન
સારોલીના બે વેપારીને અમદાવાદના વેપારીઓએ 19 લાખનો ચુનો ચોપડ્યો


સુરત, 9 જૂન (હિ.સ.)- સારોલી રાજ ટેક્સટાઈલ ટાવરમાં આવેલ રોનક ટ્રેન્ડઝના માલીક સહિત બે વેપારીઓ પાસેથી અમદાવાદના ત્રણ વેપારીઓએ ફીનીશ્ડ કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા40.45 લાખનું પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી.

પરવટ પાટીયા રેશ્મા રો હાઉસ સોનલ રેસીડેન્સીમાં રહેતા અને સારોલીમાં મહાવીર માર્કેટ પાસે, રાજ ટેક્ષટાઈલ ટાવરમાં રોનક ટ્રેન્ડઝ ફર્મના નામથી ધંધો કરતા ગોપાલભાઈ કૈલાશચંદ્ર રાઠી (ઉ.વ.28) પાસેથી ગત તા 8 ઓગસ્ટ 2024 થી 14 ઓક્ટોબર 2025 સુધીમાં હિતેશ ખુબચંદï ખાનવાણી (રહે, આત્રેય વેલી સોસાયટી નાના ચીલોડા, અમદાવાદ), મહેશકુમાર ચેકચંદ ગંગાવાણી (માં આશાપુરા ટ્રેડર્સ, આરકેટી માર્કેટ પંચકુવા દરવાજા અમદાવાદ) અને અમીત તોલારામ ગુરનાની (સીયામ ઍન્ટરપ્રઈઝ. અમદાવાદ)એ રૂપિયા 21,19,042 અને સંદીપ બંસલ પાસેથી 19,26,098 મળી કુલ રૂપિયા 40.45,140નો ફીનીશ્ડ કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી છેતરપિંડી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande