પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ટ્રસ્ટના ભંડોળને વાપર્યા વિના પ્રમુખે આયોજન કર્યું
450 કીટનું વિતરણ સમાજની લોકભાગીદારી દ્વારા કરવામા આવ્યું હતું
વણકર સમાજના પ્રમુખની કામગીરી ગૌરવપૂર્ણ રહી છે
ભરૂચ 9 જૂન (હિ.સ.)
વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ટ્રસ્ટના ભંડોળને વાપર્યા વિના પ્રમુખ વિજયના નેતૃત્વમાં વડોદરામાં વસતા જંબુસર તાલુકાના જરૂરિયાત મંદ પરિવારના 450 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી .જેમાં જંબુસર પરગણામાં વસતા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી જેના પ્રતિકાત્મક કાર્યક્રમ દીપ પાર્ટી પ્લોટમાં એમ એસ યુનિવર્સિટીના ટેકનોલોજી વિભાગના નિવૃત પ્રાધ્યાપક બી કે માહ્યાવંશીની અધ્યક્ષતામાં સંપન્ન કરવામાં આવ્યો હતો. વિશેષ ઉપસ્થિતિમાં જંબુસર સમાજના ક્લાસ વન અધિકારી જીતેન્દ્ર પરમાર અને જંબુસર વેપારી એસોસિએશનના પ્રમુખ સંતુ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા.ટ્રસ્ટના ઉપપ્રમુખ રણછોડ જાતીય ,ચતુર વણકર,અંબાલાલ,સુરેશ ,જગદીશ,દિનેશ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાર્યક્રમ સંપ્પન થયો હતો. મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આજના આ કાર્યક્રમ સિવાય અલગ અલગ વિસ્તારના સ્વયંસેવકો દ્વારા વડોદરાના વિવિધ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓના ઘરે જઈ 450 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો તમામ ખર્ચ ટ્રસ્ટમાંથી નહીં કરતા લોકભાગીદારી દ્વારા કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ