ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ સેન્ટ ગોબીન કંપનીમાં કામદારનું મોત
-ગ્લાસની સ્લાઇડનો જથ્થો ટ્રકમાં લોડીંગ કરતા કામદાર પર પડતા ગંભીર રીતે ઘવાયો હતો -મૃતક આકાસ ટ્રકના ફાળકા અને ગ્લાસ વચ્ચે દબાય ગયો હતો -અકસ્માતને લઈ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાય હતી ભરૂચ 9 જૂન (હિ.સ.) ઝઘડિયા જીઆઇડીસીની કંપનીઓમ
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ સેન્ટ ગોબીન કંપનીમાં કામદારનું મોત


ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ સેન્ટ ગોબીન કંપનીમાં કામદારનું મોત


ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ સેન્ટ ગોબીન કંપનીમાં કામદારનું મોત


ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ સેન્ટ ગોબીન કંપનીમાં કામદારનું મોત


-ગ્લાસની સ્લાઇડનો જથ્થો ટ્રકમાં લોડીંગ કરતા કામદાર પર પડતા ગંભીર રીતે ઘવાયો હતો

-મૃતક આકાસ ટ્રકના ફાળકા અને ગ્લાસ વચ્ચે દબાય ગયો હતો

-અકસ્માતને લઈ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાય હતી

ભરૂચ 9 જૂન (હિ.સ.) ઝઘડિયા જીઆઇડીસીની કંપનીઓમાં અવારનવાર સુરક્ષાના અભાવ અને સંચાલકોની બેદરકારીના કારણે નાના-મોટા અકસ્માતો થવાની ઘટનાઓ બનતી રહે છે.આ ઘટનાઓ ઘણીવાર જીવલેણ પણ સાબિત થાય છે.આવો જ એક બનાવ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ સેન્ટ ગોબીન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે કંપની ગ્લાસનુ ઉત્પાદન કરે છે.આ કંપનીમાં ઝઘડિયા તાલુકાના આંબોસ ગામનો આકાશ જયેશ વસાવા ઉંમર વર્ષ 25 કોન્ટ્રાક્ટમાં હેલ્પરમાં કામ કરતો હતો. ગતરોજ સાંજના સમયે આકાશ કંપનીમાં લોડીંગ પોઇન્ટ ઉપર એક ટ્રકમાં ગ્લાસ લોડિંગ કરી રહેલ હતો તે ગ્લાસનો બેલ્ટ કાઢવા માટે આકાશ ટ્રકમાં ઉભો હતો ત્યારે લોડીંગ કરી રહેલ ગ્લાસની પાઈલ અચાનક ટ્રકના ફાળકા તરફ નમીને પડતા આકાશ પાછળ ખસવા ગયેલ તે દરમિયાન ટ્રકના વચ્ચેના ભાગમાં લોડ કરેલ ગ્લાસની પાઈલ આકાશ ઉપર આકસ્મિક રીતે પડી હતી, જેના કારણે આકાશ ગ્લાસ અને ટ્રકના ફાળકાની વચ્ચે દબાઈ જતા તેના શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. કંપની સંકુલમાં અકસ્માતની ઘટના બનતા લોકો એકત્ર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત આકાશ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જયાબેન મોદી હોસ્પિટલના તબીબોઓએ આકાશને મરણ જાહેર કર્યો હતો.અકસ્માતની ઘટના સંદર્ભે ક્રેન ઓપરેટરે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande