સરસ્વતી તાલુકામાં શરૂ થઈ કેચ ધ રેઇન યોજના: ભૂગર્ભ જળ સ્તર વધારવાનો પ્રયાસ
પાટણ, 1 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાનોસણ ગામમાં ''કેચ ધ રેઇન'' અથવા અટલ જલ ભુગર્ભ યોજના અંતર્ગત પ્રથમ રીચાર્જ ટ્યુબવેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સરસ્વતી તાલુકાના 72 ગામોમાં રીચાર્જ ટ્યુબવેલ બનાવવામાં આવશે, દરેક
સરસ્વતી તાલુકામાં શરૂ થઈ કેચ ધ રેઇન યોજના: ભૂગર્ભ જળ સ્તર વધારવાનો પ્રયાસ


પાટણ, 1 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાનોસણ ગામમાં 'કેચ ધ રેઇન' અથવા અટલ જલ ભુગર્ભ યોજના અંતર્ગત પ્રથમ રીચાર્જ ટ્યુબવેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સરસ્વતી તાલુકાના 72 ગામોમાં રીચાર્જ ટ્યુબવેલ બનાવવામાં આવશે, દરેક ટ્યુબવેલની ઊંડાઈ 720 ફૂટ રાખવામાં આવી છે અને દરેક પર અંદાજે 7.5 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. કેન્દ્ર સરકારના જળ વિભાગે આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.

આ યોજનાનો મુખ્ય હેતુ વરસાદી પાણી, ગામના તળાવનું પાણી અને સિંચાઈ વિભાગનું પાણી ટ્યુબવેલમાં સંગ્રહ કરવાનો છે. ખાસ કરીને કાનોસણ ગામમાં દાંતીવાડા કેનાલનું પાણી પણ રીચાર્જ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ સંગ્રહિત પાણીનું ઉપયોગ પીવાના તેમજ ખેતીના પાણી તરીકે પણ થશે.

પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને ચોમાસા પછી પણ પાણીની અછત નહીં રહે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના પ્રયાસોથી આ પહેલ અમલમાં આવી છે, જે સરસ્વતી તાલુકાના જળ સ્ત્રોતોને જીવંત બનાવવા સહાયક બનશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande