પાટણ જિલ્લા સહકારી સંઘની 27મી વાર્ષિક સાધારણ સભા ઉજવાઈ
પાટણ, 1 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા સહકારી સંઘની 27મી વાર્ષિક સાધારણ સભા સંઘના કાર્યાલયમાં અધ્યક્ષ સુરેશભાઈ સી. પટેલની અધ્યક્ષસ્થાએ યોજાઈ હતી. શરૂઆતમાં તાજેતરમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ સંઘના એક
પાટણ જિલ્લા સહકારી સંઘની 27મી વાર્ષિક સાધારણ સભા ઉજવાઈ


પાટણ, 1 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા સહકારી સંઘની 27મી વાર્ષિક સાધારણ સભા સંઘના કાર્યાલયમાં અધ્યક્ષ સુરેશભાઈ સી. પટેલની અધ્યક્ષસ્થાએ યોજાઈ હતી. શરૂઆતમાં તાજેતરમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર ભરતભાઈ રાજ પુરોહિતે અંદાજપત્ર, વાર્ષિક રૂપરેખા, સહકારી શિક્ષણ કાર્યક્રમ અને 2025 આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી સહિતના એજન્ડા મુજબ કાર્ય રજૂ કર્યું હતું, જેને ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓએ સર્વાનુમતે મંજૂરી આપી હતી.

હરિભાઈ પટેલે 2025 આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ 1થી 6 જુલાઈ દરમિયાન યોજાશે. આ અંતર્ગત પાટણમાં વૃક્ષારોપણ અને નિબંધ લેખન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

અધ્યક્ષ સુરેશભાઈ પટેલે સંસ્થાઓને શિક્ષણ અને તાલીમની યોજનાઓનો લાભ લેવા આહ્વાન કર્યું હતું તેમજ ભંડોળ મજબૂત કરવા અને સહકારી સુધારાઓ તરફ આગળ વધવા પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ડિરેક્ટરો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સભાને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande