દ્વારકામાં લારી ગલ્લાઓ જપ્ત કરી લેવાતા વેપારીઓએ, કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું
દ્વારકા, 1 જુલાઈ (હિ.સ.) : દ્વારકામાં નાના વેપારીઓના લારી ગલ્લાઓ દ્વારકા નગરપાલિકા દ્વારા જપ્ત કરી લેવામાં આવતા વેપારીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. દ્વારકામાં નાના વેપારીઓના છેલ્લા ઘણા મહિનાઓથી તંત્ર દ્વારા લારી-
દ્વારકા


દ્વારકા, 1 જુલાઈ (હિ.સ.) : દ્વારકામાં નાના વેપારીઓના લારી ગલ્લાઓ દ્વારકા નગરપાલિકા દ્વારા જપ્ત કરી લેવામાં આવતા વેપારીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.

દ્વારકામાં નાના વેપારીઓના છેલ્લા ઘણા મહિનાઓથી તંત્ર દ્વારા લારી-ગલ્લા અને પાથરણાંના નાના વેપારીઓની દુકાનો સીલ કરીને તેમનો સામાન જપ્ત કરવામાં આવતા. આ અન્યાયના વિરોધમાં દ્વારકાના નાના વેપારીઓ SDM કચેરી દ્વારકા ખાતે પ્રતીક ઉપવાસ પર ઉતર્યા હતા. ત્યારબાદ આજે દ્વારકાના નાના વેપારીઓ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.નાના વેપારીઓની સમર્થનમા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા સહિતના આગેવાનો જોડ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande