ખેડૂત પાસેથી વધુ વ્યાજની માંગણી અને ખેતર પડાવી લેવાની ધમકી, ફરિયાદ નોંધાઈ
પાટણ, 1 જુલાઈ (હિ.સ.) : નાના વેલોડા ગામના ખેડૂત પ્રવિણજી ઉર્ફે ટીનો લહેરાજી સુનાજી ઠાકોરે સરસ્વતી તાલુકા પોલીસ મથકે કાનોસણ ગામના નાગજીજી ઉર્ફે મેલાજી સોવનજી ઠાકોર વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, પ્રવિણજી ઠાકોરે નાગજી પાસેથી રૂ. 50,000
ખેડૂત પાસેથી વધુ વ્યાજની માંગણી અને ખેતર પડાવી લેવાની ધમકી, ફરિયાદ નોંધાઈ


પાટણ, 1 જુલાઈ (હિ.સ.) : નાના વેલોડા ગામના ખેડૂત પ્રવિણજી ઉર્ફે ટીનો લહેરાજી સુનાજી ઠાકોરે સરસ્વતી તાલુકા પોલીસ મથકે કાનોસણ ગામના નાગજીજી ઉર્ફે મેલાજી સોવનજી ઠાકોર વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, પ્રવિણજી ઠાકોરે નાગજી પાસેથી રૂ. 50,000 વ્યાજે લીધા હતા અને બાદમાં રૂ. 80,000 ચૂકવી દીધા હોવા છતાં નાગજી વધુ રૂ. 20,000ની માગ કરી રહ્યા છે.

તેઓએ ખેતર પડાવી લેવાની ધમકી પણ આપી છે, જેને લઈને પ્રવિણજી ઠાકોરે પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande