ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) ગત તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ આ કામના ફરીયાદીની સગીરવયની દીકરીને, આરોપી નાં વહેલી સવારના આશરે છએક વાગ્યા આસપાસ ફરીયાદીના ઘર પાસેથી લલચાવી ફોસલાવી બદ કામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ, જે બાબતે ઉના પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૫૧૧૫૪ /૨૦૨૫ ભારતીય ન્યાય સહીંતા ૨૦૨૩ ની કલમ-૧૩૭(૨), ૮૭, તથા પોકસો એક્ટની કલમ-૧૮, મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ આવા કૃત્ય કરતા અસામાજિક ઇસમને તાત્કાલીક પકડી પાડવા સુચના કરેલ.
જે બાબતે એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ.એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી અનુસંધાને, ઉપરોકત ગુન્હાના આરોપી તથા ભોગબનનાર સગીરવયની કીશોરીને વેરાવળ ખાતેથી રાઉન્ડઅપ કરી ઉના પો.સ્ટે. સોપી આપવા તજવિજ હાથ ધરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ