ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં ગુન્હો આચરતા તથા જીલ્લા બહાર ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ.
જે બાબતે એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ.એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર તથા મીસીંગ સેલના પો.હેડ કોન્સ.નરેન્દ્રભાઈ પટાટ નાઓને મળેલ બાતમી આધારે ખેડા જીલ્લામાં થયેલ ત્રણ ઘરફોડ ચોરીના નીચે જણાવેલ નામવાળા નાસતા ફરતા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડેલ આરોપી
(૧) જશબીરસીંગ ઉર્ફે ગોપે રાજાસીંગ બાવરી, સરદાર (સીકલીગર) રહે.હાલ આણંદ, બોરસદ ચોકડી, મુળ રહે.વેરાવળ, રીંગ રોડ, મફતીયાપરા, ગુરૂદ્રારા પાસે
કબ્જે કરેલ મુદામાલ
(૧) રોકડ રકમ રૂ. ૬,૧૦૦/-કુલ મુદામાલ કી.રૂ.૬,૧૦૦/-
ગુન્હાના નાસતો ફરતો આરોપી
(૧) નડિયાદ ટાઉન પો.સ્ટે. ગુ.૨.નં.- ૪૮૫/૨૫ બી.એન.એસ.- ૨૦૨૩ની ક.- ૩૦૫(એ), ૩૩૧(૪)
(૨) નડિયાદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.-૪૧૩/૨૫ બી.એન.એસ.૨૦૨૩ની ક.-૩૦૫(એ),૩૩૧(૪),૫૪
(૩) નડિયાદ પશ્વિમ પો.સ્ટે. ગુ.૨.નં.- ૧૫૮/૨૫ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની ક.- ૩૩૧(૩)૩૩૧(૪), ૩૦૫(એ)
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા પો.સબ ઇન્સ.,એ.સી.સિંધવ, એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ. નટુભા બસીયા, મીસીંગ પર્સન સ્કવોડના પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ