મહોરમના તહેવારને અનુલક્ષીને, જાહેરનામું પ્રસિદ્ધ
ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) મુસ્લીમ લોકોનો ધાર્મિક તહેવાર મહોરમ આગામી તા.૦૬/૦૭/૨૦૨૫ના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર શાંતિ અને એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એવા હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહ
મહોરમના તહેવારને અનુલક્ષીને, જાહેરનામું પ્રસિદ્ધ


ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) મુસ્લીમ લોકોનો ધાર્મિક તહેવાર મહોરમ આગામી તા.૦૬/૦૭/૨૦૨૫ના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર શાંતિ અને એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એવા હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પશુઓના માંસ, હાડકા તેમજ અન્ય અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામાં અનુસાર સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ તા.૦૪/૦૭/૨૦૨૫ થી તા.૦૮/૦૭/૨૦૨૫ સુધી (બન્ને દિવસો સહિત) કતલખાનાની બહારના કોઈ જાહેર કે ખાનગી સ્થળે કોઈપણ પશુની કતલ કરવી કે કરાવવી નહીં તેમજ પશુઓના માંસ, હાડકા કે અન્ય અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અનુસાર શિક્ષાપાત્ર ઠરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande