ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથ પોલીસ અધીક્ષક .મનોહરસિંહ એન.જાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર દ્રારા ગુન્હા/વોરંટ ના કામે પોલીસ પકડ થી બચવા નાસતા ફરતા ઇસમો ને પકડી અસરકારક કામગીરી કરવા અંગે સુચના થઇ આવેલ હોય,
જે અન્વયે તાલાલા પો.સ્ટે ના પો.ઇન્સ જે.એન.ગઢવી દ્રારા નામદાર કોર્ટ ની ન્યાયીક પ્રક્રીયા ની આવગણના કરી વોરંટ ના કામે પોલીસ પકડ થી બચવા નાસતા ફરતા ઇસમો ને પકડી તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અંગે સુચના થઇ આવેલ હોય જે અન્વયે પો.સબ.ઇન્સ પી.વી.ધનેશા ના માર્ગદર્શન હેઠળ આકોલવાડી ઓપી બીટ વિસ્તાર ના પો.સ્ટાફ ના માણસો એ ટીમ વર્ક ની મદદ થી બાતમી હકીકત ના આધારે નીચે જણાવેલ ઇસમ ને પકડ વોરંટ ના કામે છેલ્લા એક વર્ષ થી નાસતા ફરતા ઇસમ ને પકડી નામદાર કોર્ટ હવાલે કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ ઇસમ નુ નામ -કાળુભાઇ જુમાભાઇ લાખા ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. પાણીકોઠા તા તાલાલા જી ગીર સોમનાથ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ