પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શાળાકીય આરોગ્ય કાર્યક્રમમાં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત ધોરણ 5 થી 10 ની વિદ્યાર્થીનીઓને TD (ટેટનસ-ડિપ્થેરિયા) વેક્સિન અને બાલવાટિકા વિધાર્થીઓને DPT બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. વૈશ્વિક WHO માર્ગદર્શિકાને અનુસરીને અને વધતા ડિપ્થેરિયાના પ્રકોપને કારણે ભારત સરકારે 2019માં તેના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ટીટી રસીકરણને ટીડી સાથે બદલ્યું છે. તે હવે સારી રીતે સ્થાપિત થઈ ગયું છે કે ડીપીટી શિશુ રસીકરણની પ્રાથમિક શ્રેણીને પગલે ડિપ્થેરિયાની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે અને સતત રક્ષણ માટે ડિપ્થેરિયા ટોક્સોઈડ ધરાવતી રસીઓના બૂસ્ટર ડોઝની જરૂર છે.
આજરોજ માતૃશ્રી સંતોકબા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, UPHC સુભાષ નગર વિસ્તાર, પોરબંદર ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડિપ્થેરિયા અને ધનુર રોગ અંગે જાગૃતિ લાવતાં માર્ગદર્શન આપીને વિધાર્થીનીઓને રક્ષણાત્મક વેક્સિનેશન કરાવવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત શાળાના સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આરબીએસકે ટીમ અને બાળકોના માતાપિતાનો ઉત્સાહપૂર્વક સહયોગ મળ્યો હતો. આ રસીકરણ દ્વારા બાળકોને રક્ષણ મળશે અને તેમની સર્વાંગી સ્વસ્થતા માટે મજબૂત પાયો તૈયાર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya