પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના વોર્ડ નંબર 11માં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા મહિલાઓ ની ખાટલા બેઠક યોજાઈ હતી, જેમાં ખાટલા બેઠકના વકતા તરીકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિમિષાબેન જોશીએ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 11 વર્ષ વિકસીત ભારતનો અમુર્તકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના વિશે માહિતી આપી હતી અને 70 વર્ષ થી વધુ ઉમરના વ્યક્તિ માટે વય વંદના કાર્ડની માહીતી આપી હતી.
આ ખાટલા બેઠકમાં વોર્ડ નંબર 11 ના ઇન્ચાર્જ તેમજ પોરબંદર શહેર ભાજપના ઉપપ્રમુખ મીનલબેન બલભદ્ર તેમજ અન્ય મહિલા ભાજપ અગ્રણી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya