જિલ્લા વિકાસ અધિકારીએ રાણાવાવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપ્યું
પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીએ રાણાવાવમાં પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપ્યું હતું. કેમિકલ યુક્ત દવાના છંટકાવથી ઉત્પાદિત થયેલ શાકભાજી ખોરાકમાં લેવાથી બાળકો સહિત સૌના આરોગ્ય ઉપર માઠી
જિલ્લા વિકાસ અધિકારીએ રાણાવાવમાં  ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપ્યું.


જિલ્લા વિકાસ અધિકારીએ રાણાવાવમાં  ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપ્યું.


પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીએ રાણાવાવમાં પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપ્યું હતું. કેમિકલ યુક્ત દવાના છંટકાવથી ઉત્પાદિત થયેલ શાકભાજી ખોરાકમાં લેવાથી બાળકો સહિત સૌના આરોગ્ય ઉપર માઠી અસર પહોંચતી હોવાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી પ્રેરણા પુરી પાડી હતી. રાણાવાવ બારવાણ નેશ પ્રાથમિક શાળામાં બાલવાટિકાના 33, આંગણવાડીના 6 અને ધોરણ-1 માં 32 બાળકોને મોં મીઠા કરાવી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો.

પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - 2025 અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી દ્વારા રાણાવાવમાં આવેલ બારવાણ નેશ પ્રાથમિક શાળા ખાતે બાળકોને મોં મીઠા કરાવી શૈક્ષણિક વસ્તુની કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. રાણાવાવની બારવાણ પ્રાથમિક શાળા ખાતે વાલી ગણ, સ્થાનિક અગ્રણીઓ અને એસએમસીના સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીના વાલીગણ તેમજ સ્થાનિક ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરીએ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ આગળ વધી શકે તે માટે શિક્ષણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય અને શાળામાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી હોવાનું જણાવી શિક્ષણનું મહત્વ, પર્યાવરણ, સ્વચ્છતા, વ્યસનમુક્તિ, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સહિતના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, અને આધુનિક સમયમાં રાસાયણિક દવાઓનો ખેતીમાં વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો હોય, કેમિકલ યુક્ત દવાના છંટકાવના કારણે ઉત્પાદિત થયેલ શાકભાજીથી લોકોના આરોગ્ય ઉપર માઠી અસર પહોંચી રહી હોવાનું જણાવ્યું હતું. બાળકો અને સૌ કેમિકલ યુક્ત દવાના છંટકાવતથી ઉત્પાદિત થયેલ શાકભાજીનો ખોરાકમાં ઉપયોગ કરતા હોવાના કારણે ભયંકર બીમારીનો ભોગ બનવું પડતું હોવાથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ શાળામાં જ્યારે જ જરૂર હોય ત્યારે ખડે પગે રહી સેવામાં મોખરાનું સ્થાન ધરાવતા સ્થાનિક અગ્રણી ભીમાભાઇ દાનાભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે એસએમસી કમિટીના સભ્યો, સી.આર.સી આદિત્યાણાના ભારતીબેન મોઢવાડિયા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande