પાંડેસરામાં નાબાલિગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, પાડોશી યુવક પકડાયો
સુરત, 1 જુલાઈ (હિ.સ.)- સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક નાબાલિગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આરોપી યુવક, જે પીડિતાના ઘર પાસે જ રહેતો હતો, તેણે વિદ્યાર્થીઓને લલચાવીને બાઈક પર બેસાડી, એક સૂમસામ સ્થળે લઈ
child rape


સુરત, 1 જુલાઈ (હિ.સ.)- સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક નાબાલિગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આરોપી યુવક, જે પીડિતાના ઘર પાસે જ રહેતો હતો, તેણે વિદ્યાર્થીઓને લલચાવીને બાઈક પર બેસાડી, એક સૂમસામ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

વિદ્યાર્થીની જ્યારે ઘેરથી બહાર પુસ્તકો લેવા નીકળી, ત્યારે આરોપીએ તેણીને ઓળખાણના નાતે પોતાના સાથે બાઈકમાં જવા માટે કહ્યું. પાછળથી તેને ઝાડીઓ વચ્ચે લઈ જઈ શારીરિક શોષણ કર્યું અને ગુપ્ત ભાગમાંથી લોહી આવતા હાલતમાં કૈલાસ ચોકડી પર મૂકી નાસી ગયો.

ઘર પર આવતા પીડિતાની હાલત જોઈ પિતાએ તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ દુષ્કર્મ થયાનું નિદાન કર્યું. શરૂઆતમાં વિદ્યાર્થીનીએ શરમ અને ભયના કારણે કંઈ નહીં કહેલું, પરંતુ તબીબી તપાસમાં સાબિત થતાં મામલો બહાર આવ્યો.

પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે. તેની સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande