પાટણ, 1 જુલાઈ (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ વર્ષ 2025-26ના એડવાન્સ વેરા વસૂલાત માટે એપ્રિલથી 30 જૂન સુધી સમયમર્યાદા આપી હતી. આ સમયગાળામાં વેરો ભરનાર કરદાતાઓને નોટિસ ફીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. શહેરની કુલ 80,000 મિલકતોમાંથી 38,000 મિલકતધારકોએ સમયસર વેરો ભર્યો છે, જેના પરિણામે પાલિકાને રૂ. 13.19 કરોડની આવક મળી છે. વેરા અધિકારી લક્ષમણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે આ માહિતી આપી હતી.
હવે જે મિલકતધારકોએ નિર્ધારિત સમયગાળામાં વેરો ભર્યો નથી, તેમને પાલિકા તરફથી નોટિસ ફી સાથેનું વેરા બિલ મોકલવામાં આવશે. નોટિસ ફી ઉમેરાતા તેમને ચૂકવવાનો દરવાજો વધી જશે. પાલિકા બાકી રહેલા વેરાની વસૂલાત માટે ત્વરિત પગલાં ભરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર