શંખેશ્વર તીર્થમાં મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજના ચાતુર્માસ નિમિતે શોભાયાત્રા અને ધર્મસભા
પાટણ, 1 જુલાઈ (હિ.સ.) : શંખેશ્વર તીર્થના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં ચાતુર્માસ નિમિત્તે સોધર્મ બૃહત્તપાગચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના મુનિરાજ પ.પૂ. ચારિત્રરત્નવિજયજી મહારાજ પધારી રહ્યા છે. તેઓ પ.પૂ. મુનિ જયન્તસેનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
શંખેશ્વર તીર્થમાં મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજના ચાતુર્માસ નિમિતે શોભાયાત્રા અને ધર્મસભા


પાટણ, 1 જુલાઈ (હિ.સ.) : શંખેશ્વર તીર્થના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં ચાતુર્માસ નિમિત્તે સોધર્મ બૃહત્તપાગચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના મુનિરાજ પ.પૂ. ચારિત્રરત્નવિજયજી મહારાજ પધારી રહ્યા છે. તેઓ પ.પૂ. મુનિ જયન્તસેનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય છે. તેમના આગમન નિમિત્તે સમગ્ર પાટણ જિલ્લામાં હર્ષ અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો છે.

આ અવસરે રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના વ્યવસ્થાપક યોગેશ શાહ મુજબ શોભાયાત્રા ગુરુવારે સવારે 9 વાગ્યે મુખ્ય જિનાલયથી પ્રારંભ થશે અને મુખ્ય માર્ગો પરથી ફરીને જયન્તસેનસૂરી પ્રવચન મંડપ ખાતે સમાપ્ત થશે. યાત્રામાં ઘોડા, બગીઓ, બેન્ડ-બાજા, શરણાઈ અને રજવાડી ઠાઠ સાથે વિવિધ મંડળીઓ પણ જોડાશે. ત્યારબાદ સવારે 10:30 વાગ્યે ધર્મસભા યોજાશે જેમાં મુનિરાજના પ્રવચન, ઉદ્બોધન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવશે.

આ પ્રસંગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી જૈન સંઘોના શ્રેષ્ઠીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. શંખેશ્વરમાં બિરાજમાન આચાર્ય ભગવંતો તથા સાધુ-સાધ્વીજી મહારાજ પણ આ પ્રસંગે હાજર રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના અધ્યક્ષ નાનુભાઈ સંઘવી તથા ટ્રસ્ટ મંડળ તરફથી ખાસ તૈયારી કરવામાં આવી છે. ચાતુર્માસ દરમ્યાન જૈન સમાજ સાથે અન્ય ધર્મના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ ગુરુ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande