પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.)
એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા પોરબંદર દ્રારા 23 બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે બેઝીકસ ઓફ મેકીંગ જ્યુટ પ્રોડકટસની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
આ તાલીમમાં ગેસ્ટ ફેકલ્ટી (માસ્ટર ટ્રેનર) તરીકે શ્રીમતી વિલાસબેન શિયાળ દ્વારા બહેનોને બેઝીકસ ઓફ મેકીંગ જ્યુટ પ્રોડકટસની તાલીમ આપી હતી અને તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર બહેનોને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતાં.
આ તકે એસ.બી.આઈ.આરસેટી – પોરબંદરના ડાયેકટર રમેશચંદ મીના તથા આરસેટીનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya