ભરૂચ 10 જુલાઈ (હિ.સ.) : વાલિયા તાલુકામાં ધોળે દિવસે કોઈ અજાણી મહિલાનું દોડવાડાથી કોંઢ જવાના રસ્તે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને નાળાની અંદર તેની લાશ નાખી દેતા ચકચાર મચી ગઈ છે. વાલિયા પોલીસ તેમજ ભરૂચ જિલ્લા એલસીબી પોલીસ મહિલાની ઓળખ અને તપાસ કરી રહી છે. બનાવ વાળા સ્થળ ઉપર હાલ હત્યા થઈ હોય એવા કોઈ નિશાન કે પગેરુ મળ્યું નથી.
મહિલાની લાશને બપોરે ત્રણ વાગે કોંઢથી શિલુડી રસ્તા પર નાળા પાસે કોઈક અજાણી વ્યક્તિ મૂકીને નાસી છૂટ્યું હતું. દોડવાડાથી કોંઢ જવાના રસ્તા ઉપર યુરો ગ્લાસ કંપનીની બાજુમાં એક નાળામાંથી મહિલાની લાશ હોય તેવા સમાચાર રસ્તે ચાલતા કોઈ વટેમાર્ગુએ પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જાણીને વાલિયા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી તોમર તાત્કાલિક ઘટના સ્થળે તેના સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. મહિલાને કોઈએ બપોરના સમયે તેના શરીર ઉપર તેમજ ગળાના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી લાશને નાળાની અંદર છુપાવી દીધી હતી. મહિલાની હત્યા થઈ હોવા બાબતની સ્થાનિકોને જાણ થતા આ બનાવની જાણ વાયુવેગે આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી .હાલ આ મહિલાની ઓળખ થઈ નથી મહિલાની ઉમર આશરે 35 થી 45 ની વચ્ચે હોવાનો અંદાજ છે. જે બાબતે પોલીસે દરેક પોલીસ સ્ટેશનમાં મેસેજ મોકલી આપ્યા છે .હત્યાનું કારણ હજુ અંકબંધ છે જ્યારે તેની ઓળખ થશે ત્યારે હકીકતો બહાર આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ