ભાવનગર ખાતે શ્રી સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ તથા સિંધી વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ દ્વારા એક ભવ્ય “સન્માન સમારંભ” યોજાયો
ભાવનગર 14 જુલાઈ (હિ.સ.) આજરોજ ભાવનગર ખાતે શ્રી સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ તથા સિંધી વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ દ્વારા એક ભવ્ય “સન્માન સમારંભ” યોજવામાં આવ્યો હતો. આજરોજ ભાવનગર ખાતે શ્રી સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ તથા સિંધી વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિના સંયુક્
ભાવનગર ખાતે શ્રી સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ તથા સિંધી વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ દ્વારા એક ભવ્ય “સન્માન સમારંભ” યોજવામાં આવ્યો હતો


ભાવનગર 14 જુલાઈ (હિ.સ.) આજરોજ ભાવનગર ખાતે શ્રી સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ તથા સિંધી વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિ દ્વારા એક ભવ્ય “સન્માન સમારંભ” યોજવામાં આવ્યો હતો.

આજરોજ ભાવનગર ખાતે શ્રી સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ તથા સિંધી વિદ્યાર્થી ઉત્કર્ષ સમિતિના સંયુક્ત ઉપક્રમે “ધોરણ ૧ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ”નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રાહક બાબતો, અન્ન નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે પ્રગતિ કરવા પ્રોત્સાહન મળે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સર્જાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

સમારંભમાં દરેક તેજસ્વી વિદ્યાર્થીને મોમેન્ટો તથા ઉપયોગી ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું કે સમાજના આ બાળકોને મળતી માન્યતા તેમને વધુ મહેનત માટે ઉત્તેજિત કરશે અને સમાજના ઉત્થાનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે.

આ કાર્યક્રમમાં ભાવનગરના મહાનગરપાલિકાના મેયરશ્રી ભરતભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, શ્રી સિંધી જનરલ પંચાયતના પ્રમુખશ્રી કનુભાઈ છગનાણી, ભાજપના મહાનગરના આગેવાનશ્રીઓ, સિંધી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને લોકમેળાવટ હાજર રહી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિસભર કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર સમારંભ ઉજવણી અને ઉત્સાહભેર ભરપૂર રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande