જુનાગઢ, 14 જુલાઈ (હિ.સ.) જિલ્લાના ભેસાણમાં છોડવડી રોડ ઉપર આવેલું બી એ પી એસ મંદિર ખાતે એક માસ સુધી ભગવાન સ્વામિનારાયણ ના હિંડોળા દર્શન ભાવિકો ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ હિંડોળા દર્શનનો, ભક્તો ભક્તિ-ભાવ સાથે લાભ લેશે.
જેમાં ભેસાણના મામલતદાર પારગીના વરદ હસ્તે રીબીન કાપી ભગવાનને જુલાવીયા હતા. આ તકે રેવન્યુ તલાટી બીજી પંડ્યા તેમજ વલ્લભભાઈ ભેસાણીયા તેમજ દિલીપભાઈ ભેસાણીયા સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ