માંડવીના પીપરીમાં જુગાર ક્લબના દરોડામાં આખરે કાર્યવાહી
ભુજ – કચ્છ, 14 જુલાઈ (હિં.સ.) : રાજ્યના પોલીસ ડીજી શુક્રવારે ભુજની મુલાકાત કરી ગયા અને લોકોની પોલીસ સામે સહિતની ફરિયાદો સાંભળી ગયા હતા. શનિવારે સ્ટેટ મોનિટરિંગ સેલે માંડવી તાલુકાના પીપરીમાં જુગાર ક્લબ ઉપર દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસના નાક નીચે ચા
પીપરી જુગાર ક્લબમાં પોલીસની કાર્યવાહી


ભુજ – કચ્છ, 14 જુલાઈ (હિં.સ.) : રાજ્યના પોલીસ ડીજી શુક્રવારે ભુજની મુલાકાત કરી ગયા અને લોકોની પોલીસ સામે સહિતની ફરિયાદો સાંભળી ગયા હતા. શનિવારે સ્ટેટ મોનિટરિંગ સેલે માંડવી તાલુકાના પીપરીમાં જુગાર ક્લબ ઉપર દરોડો પાડ્યો હતો. સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતી જુગારના પ્રકરણમાં આખરે સ્થાનિક પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી છે.

કોડાયના પોલીસ ઇન્સ્પેક્ટરને બદલાયા

મળતી સત્તાવાર માહિતી અનુસાર, પીપરીમાં ખેતરમાં ચાલતી જુગાર કલબના પ્રકરણમાં પગલાં ભરવામાં આવ્યા છે. કોડાય પો.સ્ટે.ના પીઆઈ એચ.એમ. વાઘેલાની જખૌ મરિન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે. જ્યારે જખૌ મરિનના પીઆઈ બી.પી. ખરાડીની કોડાય મોકલવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસના વિસ્તારોમાં દારૂ, જુગારની બદી ઓછી ન થતી હોવાની સાબિતી એસએમસીના દરોડામાં સામે આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande