ભુજ – કચ્છ, 14 જુલાઇ (હિં.સ.) ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો અપાવવા તથા ગૌસેવાના ઉદ્દેશ્યથી ભુજમાં 15મી જુલાઇએ વિશેષ સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં કેટલીક સંસ્થાઓ અને મહાનુભાવો તથા સંતો હાજર રહેશે. જેને હિંદુ શક્તિ સંકલ્પ યાત્રા નામ આપવામાં આવ્યું છે.
જ્યુબિલી ગ્રાઉન્ડથી નીકળશે યાત્રાસમસ્ત ગૌપ્રેમીઓને હાકલ સાથે થયેલા આયોજનમાં આવેદનપત્ર પણ આપવામાં આવશે. જેમાં, ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા, ગાય દીઠ રૂપિયા 70નું ભથ્થું સરકાર દ્વારા આપવામાં આવે, ગૌવંશ રસ્તા ઉપરથી પ્લાસ્ટીક અને કચરો ન ખાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણીઓ કરવામાં આવી છે. 15મી જુલાઇએ સવારે 11 વાગ્યે ભુજના જ્યુબિલી મેદાન ખાતેથી આ સંકલ્પ યાત્રા નીકળશે.
મુખ્ય ઇમામની પણ માગણી
મુખ્ય ઇમામે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી, મુખ્ય ઇમામ ડૉ. ઉમર અહેમદ ઇલ્યાસી, જલાભિષેક યાત્રા દરમિયાન નૂહ પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA