અમરનાથ યાત્રા: 6,143 યાત્રાળુઓનો નવો સમૂહ કાશ્મીર માટે રવાના થયો, બે લાખથી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા
જમ્મુ, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) ૦3 જુલાઈથી શરૂ થયેલ અમરનાથ યાત્રામાં છેલ્લા 11 દિવસમાં, બે લાખથી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. સોમવારે, 6,143 યાત્રાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર ઘાટી માટે રવાના થયો. અ
યાત્રા


જમ્મુ, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) ૦3 જુલાઈથી શરૂ થયેલ

અમરનાથ યાત્રામાં છેલ્લા 11 દિવસમાં, બે

લાખથી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. સોમવારે, 6,143 યાત્રાળુઓનો

બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર ઘાટી માટે રવાના થયો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આજે સવારે ભગવતી નગર બેઝ

કેમ્પથી બે સુરક્ષા કાફલાની નિગરાની હેઠળ, 6,143 યાત્રાળુઓનો બીજો સમૂહ ઘાટી માટે રવાના થયો હતો. 2,215 યાત્રાળુઓને

લઈને 100 વાહનોનો પહેલો

સુરક્ષા કાફલો, સવારે 3:30 વાગ્યે બાલટાલ

બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. જ્યારે 135 વાહનોનો બીજો સુરક્ષા કાફલો 3,928 યાત્રાળુઓને

લઈને નુનવાન (પહલગામ) બેઝ કેમ્પ માટે સવારે 4 વાગ્યે રવાના થયો હતો.”

આ વર્ષે, યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થઈ હતી અને 9 ઓગસ્ટના રોજ 38 દિવસ પછી સમાપ્ત

થશે, જે શ્રાવણ

પૂર્ણિમા અને રક્ષાબંધન સાથે સુસંગત છે.

હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande