- કવિંદર ગુપ્તા લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) પ્રો. અસીમ કુમાર ઘોષને હરિયાણાના
રાજ્યપાલ અને પી. અશોક ગજપતિ રાજુને, ગોવાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કવિંદર ગુપ્તાને,
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ સચિવાલયે સોમવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું
કે,” રાષ્ટ્રપતિએ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી બ્રિગેડિયર
(નિવૃત્ત) બીડી મિશ્રાનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને, કવિંદર ગુપ્તાને
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.“
નવી નિમણૂકો પદ સંભાળ્યાની તારીખથી અમલમાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ