આદિવાસી બાળકોના ભવિષ્યને આકાર આપતી, એકલવ્ય આદર્શ વિદ્યાલય
-સંજીવ કુમાર છિંદવાડા, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાથી લગભગ 54 કિલોમીટર દૂર પ્રકૃતિના ખોળે આવેલી, એકલવ્ય આદર્શ નિવાસી શાળા, તામિયા, આદિવાસી બાળકોના ભવિષ્યને આકાર આપી રહી છે. બીજા શબ્દોમાં ક
શાળા


-સંજીવ કુમાર

છિંદવાડા, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.)

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાથી લગભગ 54 કિલોમીટર દૂર પ્રકૃતિના ખોળે આવેલી,

એકલવ્ય આદર્શ નિવાસી શાળા,

તામિયા, આદિવાસી બાળકોના

ભવિષ્યને આકાર આપી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ શાળા આદિવાસી બાળકોના ખરબચડા પથ્થરને કોતરીને

તેમને 'હીરા' બનાવી રહી છે. આ

શાળા નરેન્દ્ર મોદી સરકારના 'શિક્ષણ દ્વારા સશક્તિકરણ'ના વિચારનો પુરાવો છે, જેમાં ખાસ કરીને

આદિવાસી સમુદાયના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે.

શાળાના આચાર્ય રાકેશ કુશવાહાના જણાવ્યા અનુસાર,”તામિયાની એકલવ્ય

આદર્શ નિવાસી શાળા ધોરણ 6 થી 12 સુધી શિક્ષણ પૂરું પાડે છે. અહીં વિદ્યાર્થીઓને

રહેવા, ભોજન, આરોગ્ય સેવાઓ, પુસ્તકો અને

સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવે છે. હકીકતમાં, તામિયાની એકલવ્ય

આદર્શ નિવાસી શાળા આદિવાસી બાળકોને મફત શિક્ષણ, રહેવા, ભોજન વગેરે સુવિધાઓ જ પૂરી પાડતી નથી, પરંતુ તમામ

રમતગમત અને કલા (ચિત્રકામ,

સંગીત, નાટક) માં પણ

તાલીમ આપવામાં આવી રહી છે. ટૂંકમાં, અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવે

છે. જેથી અહીંના બાળકો આરામથી મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે.

તામિયાની એકલવ્ય આદર્શ વિદ્યાલય આસપાસના આદિવાસી વિસ્તારોના

બાળકો માટે વરદાનથી ઓછી નથી. ખાસ વાત એ છે કે, આ શાળામાં પ્રવેશ માટે, મેરિટના આધારે

પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવે છે.જેથી સક્ષમ અને

આશાસ્પદ આદિવાસી બાળકોને તકો મળી શકે. આ શાળાનો ઉદ્દેશ્ય, આદિવાસી બાળકોને માત્ર

શૈક્ષણિક રીતે જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ સશક્ત બનાવવાનો છે.

તાજેતરમાં, તામિયાની એકલવ્ય

આદર્શ નિવાસી શાળાના ચાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જેઈઈ મેઇન્સ માટે પસંદ

થયા છે, જેના કારણે

શાળામાં ખુશીનો માહોલ છે. જેઈઈ મેઇન્સ પછી, એકલવ્ય વિદ્યાલયની ટીમ હવે, જેઈઈ એડવાન્સ્ડ માટે તૈયારી કરી

રહી છે.

રાકેશ કુશવાહાએ જણાવ્યું હતું કે,” જેઈઈ એડવાન્સ્ડમાં સારો

રેન્ક મેળવવા માટે, ત્રણેય વિષયો

(ગણિત, ભૌતિકશાસ્ત્ર અને

રસાયણશાસ્ત્ર) માં સારા ગુણ મેળવવા પડે છે. જેઈઈ મેન્સમાં પસંદગી પામ્યા પછી, વિદ્યાર્થીઓને

રાજ્ય સ્તરની કોલેજોમાં પ્રવેશ મળે છે. એડવાન્સ્ડમાં પસંદગી પામ્યા પછી, વ્યક્તિને આઇઆઇટી જેવી દેશની મોટી

સંસ્થામાં પ્રવેશ મેળવવાની તક મળે છે. એકલવ્ય વિદ્યાલયની આ સફળતાથી, શાળાનું નામ

શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ થયું છે.”

તામિયામાં સ્થિત એકલવ્ય આદર્શ નિવાસી શાળા દેશભરમાં, જેઈઈ અને

નીટ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. તાજેતરમાં આ શાળામાંથી નીટની પરીક્ષા આપનારા

67 આદિવાસી વિદ્યાર્થીઓમાંથી 57 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

આ સંદર્ભમાં, છિંદવાડાના

આદિજાતિ વિકાસ વિભાગના સહાયક કમિશનર સત્યેન્દ્ર સિંહ માર્કમે જણાવ્યું હતું કે, “એકલવ્ય

વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટીમની મહેનત અને નવીનતાને કારણે, શાળાના

બાળકોએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ ખરેખર અમારા માટે ગર્વની ક્ષણ છે, અહીંના

વિદ્યાર્થીઓની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.”

એકલવ્ય આદર્શ નિવાસી શાળા યોજના હેઠળ, આદિવાસી બાળકોને

તેમના પોતાના વાતાવરણમાં ધોરણ 6 થી 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી

રહ્યું છે.

એ નોંધનીય છે કે, આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્યને સુધારવા

માટે, કેન્દ્રીય

આદિવાસી બાબતોના મંત્રાલયે દેશભરમાં 728 એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓ (ઇએમઆરએસ) સ્થાપવાનો

લક્ષ્યાંક નક્કી કર્યો છે.જેનો લાભ લગભગ

3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને મળશે.

આચાર્ય રાકેશ કુશવાહાએ જણાવ્યું હતું કે,” એકલવ્ય આદર્શ

વિદ્યાલય ફક્ત આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જ સ્થાપિત થયેલ છે. ખાસ કરીને

એવા વિસ્તારમાં જ્યાં 50 ટકાથી વધુ વસ્તી આદિવાસી છે અથવા તે વિસ્તારમાં

આદિવાસીઓની વસ્તી 20000 છે. આ વિસ્તારોમાં, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સહયોગથી આદિવાસી બાળકો માટે, આ

શાળાઓ ચલાવે છે.જેમાં તેમને તમામ જરૂરી સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવે

છે. એકલવ્ય આદર્શ વિદ્યાલયનો ઉદ્દેશ્ય આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ

આપવાનો છે તેમજ તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનો છે.જેથી આદિવાસી

બાળકો મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે.”

આ રહેણાંક શાળામાં તમામ વિદ્યાર્થીઓને જરૂરી તમામ સુવિધાઓ

પૂરી પાડવામાં આવે છે.જેમાં રહેવાની વ્યવસ્થા, ભોજન, પુસ્તકો અને સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ, પ્રયોગશાળાઓ, પુસ્તકાલય અને રમતગમતની સુવિધાઓનો સમાવેશ થાય છે. એટલું જ

નહીં, ટેકનિકલ શિક્ષણથી

લઈને સ્માર્ટ ક્લાસ અને એઆઇ આધારિત કમ્પ્યુટર લેબ સુધીની સુવિધાઓ પણ અહીં શરૂ કરવામાં

આવી છે. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે, આદિવાસી બાળકોને તેમના

સપના પૂરા કરવામાં કોઈ પણ પ્રકારની કમી ન લાગે. અહીં ઘણા બાળકો છે જે ડૉક્ટર બનીને

પોતાના દેશવાસીઓ, ખાસ કરીને

આદિવાસી સમાજની સેવા કરવા માંગે છે. કેટલાક એન્જિનિયર બનવા માંગે છે.જ્યારે કેટલાક

તેમના વિસ્તારમાં કૃષિ માટે સંશોધન કરવા માંગે છે. શિક્ષણ પ્રત્યે આ આદિવાસી

બાળકોનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ તેમના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. શાળામાં

આદિવાસી બાળકોને તેમના સપના પૂરા કરવા માટે જે રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા

છે તે એક સારી શરૂઆત છે.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande