અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ
અમરેલી 14 જુલાઈ (હિ.સ.) અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સો એક્ટના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી પોતાનું સ્થાન બદલી મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં લુકાયો હતો, જ્યાંથી ભોગ બનનાર યુવતી
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ.


અમરેલી 14 જુલાઈ (હિ.સ.) અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સો એક્ટના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી પોતાનું સ્થાન બદલી મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં લુકાયો હતો, જ્યાંથી ભોગ બનનાર યુવતી સાથે રહેતો હોવાનું પોલીસને ઇનપુટ મળ્યું હતું.

આ આધારે અમરેલી તાલુકા પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ ગઠિત કરી, ટેકનિકલ સર્વેલન્સ તથા માનવ ગુપ્તચરોની મદદથી ઇન્દોર ખાતે દરોડો કર્યો હતો. પોલીસે ઈન્દોરથી આરોપીને ભોગ બનનાર યુવતી સાથે પકડી પાડ્યો હતો અને બંનેને અમરેલી લાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી પીડિતાને સુરક્ષિત રીતે બચાવવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બાળ સુરક્ષા તથા મહિલાની હિમાયતી નીતિ હેઠળ આવી કાર્યવાહીએ સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો છે. પોલીસની ઝડપી અને સુયોજિત કાર્યવાહી બદલ લોકો તરફથી પ્રશંસા થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande