પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાને રાજ્ય કક્ષાના સ્વાતંત્રતા દિન 2025 ની ઉજવણીના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓ કે જેમણે શાળાકીય રમત સ્પર્ધા, ખેલ મહાકુંભ, માન્ય રમતના એસોસિએશન કે આંતર યુનિવર્સીટીમાં વર્ષ-2025 દરમિયાન યોજાયેલ રાજ્યકક્ષા, રાષ્ટ્રકક્ષા કે આંતરરાષ્ટ્રીયકક્ષામાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ હોય તેની માહિતી દિન-૨માં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે, પોરબંદર ખાતે હાર્ડકોપીમાં જરૂરી પ્રમાણપત્રો તેમજ આધાર પુરાવા સાથે રજુ કરવાના રહેશે. સમય મર્યાદા બહાર મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya