કોલીખડા ગામ નજીક અકસ્માતમાં 18 લોકો ઇજાગ્રસ્ત
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર નજીકના કોલીખડા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી વેરાવળથી દ્રારકા તરફ જતી મીનીબસ રસ્તા બેઠલી ગાયોની બચવાવા જતા રસ્તાથી નીચે ઉતારી જતા અકસ્માત સર્જાયો હતો જેમા વેરાવળના એક વૃધ્ધાનુ મોત થયુ હતુ જયારે 18 જેટલા અન્ય લોકો
કોલીખડા ગામ નજીક  અકસ્માતમાં 18 લોકો ઇજાગ્રસ્ત.


કોલીખડા ગામ નજીક  અકસ્માતમાં 18 લોકો ઇજાગ્રસ્ત.


કોલીખડા ગામ નજીક  અકસ્માતમાં 18 લોકો ઇજાગ્રસ્ત.


પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર નજીકના કોલીખડા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી વેરાવળથી દ્રારકા તરફ જતી મીનીબસ રસ્તા બેઠલી ગાયોની બચવાવા જતા રસ્તાથી નીચે ઉતારી જતા અકસ્માત સર્જાયો હતો જેમા વેરાવળના એક વૃધ્ધાનુ મોત થયુ હતુ જયારે 18 જેટલા અન્ય લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા આ ઉપરાંત બે ગાયોના મોત થયા હતા. વેરાવળના ભાલકા ખાતેથી યાત્રા સંઘ મીની બસ લઈ અને દ્રારકા દર્શન માટે જતા હતા તે દરમ્યાન પોરબંદર નજીકના કોલીખડા ગામ નજીક રસ્તા પર બેઠલી ગાય સાથે બસ અથડાતા અકસ્માત સર્જયો હતો બસ પલટી મારી જતા બસમા સવાર 19 શ્રધ્ધાળુઓ પૈકી રતનબેન બાબુભાઈ પરમાર નામના 65 વર્ષના વૃધ્ધાનુ મોત થયુ હતુ.

જયારે અન્ય 18 જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા હતા આ અકસ્માતની ઘટનામાં બે ગાયના મોત થયા હતા અકસ્માતા ઈજાગ્રસ્તો ભાલકા તિર્થના હોવાનુ જાણવા મળી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande