પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કુતિયાણા તાલુકાના અમર ગામે વાડીના રહેણાંક મકાનમા જુગારધામ ચાલી રહ્યુ હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયયયો હતો અમર ગામની આધા ખેતરૂ સીમ વિસ્તારમાં રહેતા ભીમા રાજશી મોઢવાડીયાએ પોતાની વાડી રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી અને જુગારધમ શરૂ કર્યુ હતુ.
આ સ્થળે એલીસીબીએ દરોડો પાડી મકાન માલિક રાજશી મોઢવાડીયા તેમજ નાથા નગા ઓડેદરા, અલારખા મામદ પઢીયાર, નાગાજણ વિરમભાઈ ખુંટી રમેશ વાલજી મોકરીયા અને જગદિશ દેવજી જાદવ સહિતના છ શખ્સોને રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ. 62,700નો મુદામલ કબ્જે કરી તેમની સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya