ભાજપ દેશના લઘુમતી યુવા પ્રતિભાઓને, ડૉ. કલામ સ્ટાર્ટઅપ યુથ એવોર્ડ 2.0 આપશે
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચો 27 જુલાઈના રોજ, ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની 10મી પુણ્યતિથિ પર દેશભરમાં એક અભિયાન ચલાવીને અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને શ્રદ્ધાંજલિ આપશે. આ પ્રસંગે, લઘુમત
કલામ


નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચો 27 જુલાઈના રોજ,

ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની 10મી પુણ્યતિથિ પર દેશભરમાં એક અભિયાન ચલાવીને અને વિવિધ

કાર્યક્રમોનું આયોજન કરીને શ્રદ્ધાંજલિ આપશે. આ પ્રસંગે, લઘુમતી મોરચો

કલામ કો સલામ અભિયાન હેઠળ આવા લઘુમતી યુવાનોને ડૉ. કલામ સ્ટાર્ટઅપ યુથ

એવોર્ડ 2.0 પ્રદાન કરશે, જેમણે પોતાની

નવીનતા, અસાધારણ કુશળતા

અને ઉદ્યોગસાહસિક ભાવનાથી પોતાનું સાહસ શરૂ કરીને સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ

સ્થાપિત કર્યું છે.

લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ જમાલ સિદ્દીકીએ સોમવારે

મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે,” આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશના વિકાસમાં ડૉ. કલામના

યોગદાનને સલામ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો છે. ભાજપ એવા તમામ લોકોને

મહત્વ આપે છે, જેમણે ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મદદ કરી

છે.” તેમણે કહ્યું કે,” વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઘુમતી યુવા પ્રતિભાને એક અલગ ઓળખ

આપશે.”

લઘુમતી સમુદાયના યુવા ઉદ્યોગસાહસિકો લઘુમતી મોરચાની વેબસાઇટ

https://minoritymorcha.bjp.org

પર ઉપલબ્ધ વેબપેજ

દ્વારા ડૉ. કલામ સ્ટાર્ટઅપ યુથ એવોર્ડ 2.0 માટે અરજી કરી શકે છે. નામાંકન પ્રક્રિયાને સરળ

બનાવવા માટે, વેબપેજ લિંક અને QR કોડ મોરચાના

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવશે. સહભાગીઓ સીધા વેબસાઇટ પર અથવા QR કોડ સ્કેન કરીને

અરજી કરી શકે છે. ડૉ. કલામ સ્ટાર્ટઅપ યુથ એવોર્ડ 2.0 માટે નોંધણી 16 જુલાઈથી 06 ઓગસ્ટ સુધી

કરવામાં આવશે. નામાંકનોને શોર્ટલિસ્ટ કરવાનું કામ 3 થી 06 ઓગસ્ટ સુધી કરવામાં આવશે. પસંદ કરાયેલા સહભાગીઓને 06 થી 09 ઓગસ્ટ સુધી,

આમંત્રણ પત્રો મોકલવામાં આવશે. જ્યારે એવોર્ડ વિતરણનો મુખ્ય કાર્યક્રમ 12 ઓગસ્ટના રોજ

ભાજપ મુખ્યાલય દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર યોજાશે.

અભિયાનની તૈયારીઓ અંગે, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને લઘુમતી મોરચાના પ્રભારી

દુષ્યંત ગૌતમે, 16 જુલાઈના રોજ

ભાજપ મુખ્યાલય દિલ્હી ખાતે લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીની

અધ્યક્ષતામાં મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક બોલાવી છે. આ પ્રસંગે, 17 જુલાઈના રોજ

સોશિયલ મીડિયા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande